DIAMONDS ARE FOREVER, SO ARE MORALS (GUJARATI)
Govind Dholakia
એકવાર હીરો કટ થઈ જાય એટલે તેને તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાઓ પૂરી થઈ જાય. જો એકવાર ખોટો કટ મુકાઈ જાય અને હીરાના ટુકડા થઈ જાય, પછી તેને પાછા જોડી શકાતા નથી. એટલું જ અગત્યનું એ પણ છે કે એકવાર ખોટો કટ મુકાઈ ગયો, ભૂલ થઈ ગઈ પછી તેના ઉપર જ વિચાર કર્યા કરવો, પસ્તાયા કરવું કે હવે શું કરશું? શોક કર્યા કરવો એ પણ વ્યર્થ છે. છૂટેલું તીર, નદીમાં વહી ગયેલું પાણી કે વીતી ગયેલો સમય પાછો આવવાનો છે? ના... તો પછી આગળનું વિચારીએ ને...! આપણે વહેતી નદીમાં એક જ પાણીમાં બે વાર પગ બોળી શકતા નથી. એ પાણી તો વહી જ ગયું. માટે ભૂતકાળને ભૂલી જાવ, ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનને સુધારી લો. તેથી વિચારપૂર્વકનું આયોજન કરીને કામ કરીએ અને અનુભવીઓની સલાહ લઈને પૂરા શ્રદ્ધા-વિશ્વાસ સાથે કામ કરીએ.
* * *
સમાપનના ઉંબરે ઊભાં ઊભાં વીતેલા જીવન તરફ દૃષ્ટિપાત કરતાં સંતોષ થાય છે. મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બનતી ગઈ. ઘણી બાબતો મારાં આયોજન અને અવધારણા મુજબ આકાર લેતી ગઈ, ક્યારેક સ્વભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત, તો મારું ભાગ્ય પણ જુદું હોત, પણ જાણે કે એ મારે માટે જ નિર્માયેલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે, ‘હું જીવન જીવતો હતો એમ નહીં, પણ જીવન મારા દ્વારા જિવાતું જતું હતું...’ જગતનિયંતા તો સ્પષ્ટ જ છે. તેની યોજનાઓ સુરેખ જ છે, આપણાં જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતાં હોય છે. જે કંઈ થોડી-ઘણી, નાની-મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા તેને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી... આમ જુઓ તો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈપણ કરી શકીએ છીએ. મેં તો SRKની દીવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે – ‘I am nothing, but I can do anything’. હું કંઈ જ નથી, તેમ છતાં કંઈપણ કરી શકું છું. અહંકારરહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું – આ મારો જીવનમંત્ર છે.
Duration - 16h 42m.
Author - Govind Dholakia.
Narrator - Govind Dholakia.
Published Date - Wednesday, 08 January 2025.
Copyright - © 2024 Govind Dholakia ©.
Location:
United States
Description:
એકવાર હીરો કટ થઈ જાય એટલે તેને તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાઓ પૂરી થઈ જાય. જો એકવાર ખોટો કટ મુકાઈ જાય અને હીરાના ટુકડા થઈ જાય, પછી તેને પાછા જોડી શકાતા નથી. એટલું જ અગત્યનું એ પણ છે કે એકવાર ખોટો કટ મુકાઈ ગયો, ભૂલ થઈ ગઈ પછી તેના ઉપર જ વિચાર કર્યા કરવો, પસ્તાયા કરવું કે હવે શું કરશું? શોક કર્યા કરવો એ પણ વ્યર્થ છે. છૂટેલું તીર, નદીમાં વહી ગયેલું પાણી કે વીતી ગયેલો સમય પાછો આવવાનો છે? ના... તો પછી આગળનું વિચારીએ ને...! આપણે વહેતી નદીમાં એક જ પાણીમાં બે વાર પગ બોળી શકતા નથી. એ પાણી તો વહી જ ગયું. માટે ભૂતકાળને ભૂલી જાવ, ભવિષ્યની ચિંતા ન કરો, વર્તમાનને સુધારી લો. તેથી વિચારપૂર્વકનું આયોજન કરીને કામ કરીએ અને અનુભવીઓની સલાહ લઈને પૂરા શ્રદ્ધા-વિશ્વાસ સાથે કામ કરીએ. * * * સમાપનના ઉંબરે ઊભાં ઊભાં વીતેલા જીવન તરફ દૃષ્ટિપાત કરતાં સંતોષ થાય છે. મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બનતી ગઈ. ઘણી બાબતો મારાં આયોજન અને અવધારણા મુજબ આકાર લેતી ગઈ, ક્યારેક સ્વભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત, તો મારું ભાગ્ય પણ જુદું હોત, પણ જાણે કે એ મારે માટે જ નિર્માયેલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે, ‘હું જીવન જીવતો હતો એમ નહીં, પણ જીવન મારા દ્વારા જિવાતું જતું હતું...’ જગતનિયંતા તો સ્પષ્ટ જ છે. તેની યોજનાઓ સુરેખ જ છે, આપણાં જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતાં હોય છે. જે કંઈ થોડી-ઘણી, નાની-મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા તેને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી... આમ જુઓ તો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈપણ કરી શકીએ છીએ. મેં તો SRKની દીવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે – ‘I am nothing, but I can do anything’. હું કંઈ જ નથી, તેમ છતાં કંઈપણ કરી શકું છું. અહંકારરહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું – આ મારો જીવનમંત્ર છે. Duration - 16h 42m. Author - Govind Dholakia. Narrator - Govind Dholakia. Published Date - Wednesday, 08 January 2025. Copyright - © 2024 Govind Dholakia ©.
Language:
Gujarati
શરૂઆત
Duration:00:00:25
પુસ્તક મહાનુભાવોની દૃષ્ટિએ
Duration:00:11:32
આમુખ
Duration:00:04:06
પ્રસ્તાવના
Duration:00:09:28
પ્રકરણ 1 ગોવિંદે માંડી ગોઠડી - ઉત્તરાર્ધ
Duration:01:30:00
પ્રકરણ 1 ગોવિંદે માંડી ગોઠડી- પૂર્વાર્ધ
Duration:01:09:08
પ્રકરણ 2 વ્યવસાયિક અને પારિવારિક જીવનનાં મંડાણ
Duration:01:39:32
પ્રકરણ 3 ઘડતર ને ચણતર
Duration:01:30:22
પ્રકરણ 4 રાજસત્તાનાં શક્તિ સંચલનો
Duration:00:54:22
પ્રકરણ 5 ઊર્ધ્વગમન - ઉત્તરાર્ધ
Duration:00:59:59
પ્રકરણ 5 ઊર્ધ્વગમન - પૂર્વાર્ધ
Duration:01:04:11
પ્રકરણ 6 માનવરત્નો
Duration:01:41:21
પ્રકરણ 7 ઉચ્ચતર ભ્રમણકક્ષામાં
Duration:01:31:38
પ્રકરણ 8 મેઘધનુષી મહાનુભાવો
Duration:01:17:26
પ્રકરણ 9 નૂતન ભારત
Duration:00:57:39
પ્રકરણ 10 વિશ્વવિજયનાં પંચસુત્રો
Duration:01:29:11
પરિશિષ્ઠ 1 મારી જીવન તવારીખ
Duration:00:13:59
પરિશિષ્ઠ 2 મારા હૃદયસ્થ સૂત્રો
Duration:00:10:44
પરિશિષ્ઠ 3 srk કંપનીના સિદ્ધાંતો
Duration:00:05:17
અંતે...
Duration:00:01:48